અને એ જ સાચો રસ્તો છે…સેલિન ડીયોન – ભાષાંતર જીગ્નેશ અધ્યારૂ

2008 June 21
by જીગ્નેશ અધ્યારૂ

આ પહેલા એક અંગ્રેજી ગીત, એવરીથીંગ આઈ ડુ, આઈ ડુ ઈટ ફોર યુ નો ભાવાનુવાદ  હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે અહીં પોસ્ટ કર્યો હતો…..આજે પ્રસ્તુત છે મને ખૂબ જ ગમતુ એક અન્ય ગીત જેને ગાયું છે સેલિન ડીયોને….ટાઈટેનીક ના માય હાર્ટ વીલ ગો ઓન થી મશહૂર થયેલી આ ગાયિકાનો અવાજ તો સુંદર છે જ પણ તેના દરેક ગીતના ભાવ પણ એટલા જ સરસ છે….અને એ મારી ફેવરીટ ગાયિકા છે…..અનુવાદ કેવો લાગ્યો જરૂર કહેશો…

******

Celine Dion Album Cover Page

અને એ જ સાચો રસ્તો છે…

(click above title link to listen to the original song)

હું તમારૂ મન વાંચી શકું છું અને હું તમારી વાત જાણું છું,

તમે કેવા સંજોગો માં થી પસાર થઈ રહ્યા છો એ મને ખબર છે…

આ ઉંચુ કપરૂં ચઢાણ છે, તમારા માટે મને દુઃખ થાય છે પણ

આ (સંજોગો) માં થી તમારે પસાર થવુ પડશે…

પણ તમે હારતા નહીં, કારણ કે આ પ્રેમ (ની લડાઈ )માં તમે જીતી શકો છો

 

જ્યારે (તમારે) કાંઈક મેળવવુ હોય તો કોઈ આસાન રસ્તો નથી હોતો,

જ્યારે તમે આગળ વધવા તૈયાર હોવ, પણ હૈયુ તમારૂ શંકાશીલ હોય,

ત્યારે તમારો વિશ્વાસ છોડતા નહીં ( કારણ કે )

પ્રેમ તેની પાસે જ આવે છે જે તેનામાં વિશ્વાસ કરે છે

અને બસ આ જ સાચો રસ્તો છે….

  

જ્યારે તમે મને એક સામાન્ય ઉતર માટે પ્રશ્ન કરો છો

ત્યારે મને ખબર નથી કે શું કહેવુ

પણ (એ) જોઈ શકાય છે કે જો તમે (પ્રયત્ન ને) વળગી રહો

તો તમને જરૂરથી રસ્તો મળશે

તમે હારતા નહીં, કારણ કે આ પ્રેમ (ની લડાઈ )માં તમે જીતી શકો છો

 

જ્યારે જીવન કોઈ પણ ભવિષ્ય વગર ખાલી હોય

એકલતા તમને પોકારતી હોય

મિત્ર, ચિંતા ન કરશો, તમારા દુઃખો ને ભૂલી જાવ

કારણ કે પ્રેમ આ બધાને જીતવાનો છે…બધાને

 

જ્યારે (તમારે) કાંઈક મેળવવુ હોય તો કોઈ આસાન રસ્તો નથી હોતો,

જ્યારે તમે આગળ વધવા તૈયાર હોવ, પણ હૈયુ તમારૂ શંકાશીલ હોય,

ત્યારે તમારો વિશ્વાસ છોડતા નહીં ( કારણ કે )

પ્રેમ તેની પાસે જ આવે છે જે તેનામાં વિશ્વાસ કરે છે

અને બસ આ જ સાચો રસ્તો છે….( 2 )

 

એ જ રસ્તો છે, ફક્ત એ જ રસ્તો છે

 

Singer - સેલિન ડીયોન

Lyrics by : M. Martin, K. Lundin, A. Carlsson -

ભાષાંતર જીગ્નેશ અધ્યારૂ

Original Lyrics of the song is available at this link  or see it at Youtube Here .

5 Responses leave one →
  1. 2008 June 21
    Darshan permalink

    Dear Jignesh, I regularly read yr blog and today i really like this interpretation(not translation). the song is really good and touchy…..best of luck

  2. 2008 June 21

    અદભુત. ગીત અને તમે કરેલો ભાવાનુવાદ બંને. માણસને કોઇ પણ સંજોગોમાં હિંમત નહિ હારવા માટેનો સંદેશ આપતું આ ગીત ખૂબ પ્રેરક છે.

  3. 2008 June 22

    વાહ. ખૂબ સરસ અનુવાદ થયો છે. અથૅસભર ગીત. મજા આવી ગઈ.

  4. 2008 June 23
    Ram permalink

    Dear Jignesh This song Transletion is verry nicelly,and really useful in life.

  5. 2008 June 23

    :) gud one

Leave a Reply

Note: You can use basic XHTML in your comments. Your email address will never be published.

Subscribe to this comment feed via RSS