અધ્યારૂ નું જગત

16 May, 2008

એક પતિના દીવાસ્વપ્નો

હોય મર્સિડિસ સપનામાં અને ટ્રેક્ટર મળે;
ના કદી એવી કૃપા પત્નીની બાબત પર મળે.

બસ પ્રતિક્ષ દસમો રસ્તો અને જુહુ પર ઘર મળે;
“બાય” કહી નીકળું જયા ને, રેખા રસ્તા પર મળે.

પત્ની ઈચ્છે છે મળે ઘર, ઘર મહીં પાવર મળે;
એટલે પતિદેવ પોણી જિંદગી બાહર મળે.

જ્યોતિષી કહે છે મને, એ દેશ જઈ અજમાવ ભાગ્ય;
જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે.

લગ્ન ક્ષેત્રે સામટાં બે સુખ મળે ના કોઈને !
હો શ્વસુર સધ્ધર અગર, તો છોકરી અધ્ધર મળે…

 - રઈશ મણીયાર

અને છેલ્લે એક એલચી

મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે,
તેનું મને ગૌરવ છે
પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે
તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ
પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..”

 - ઉદયન ઠક્કર

10 Comments »

  1. રઈશભાઈની હઝલ તો મજાની છે જ, ઉદયન ઠક્કરની એલચી એથીય વળી અદકેરી છે !

    Comment by વિવેક ટેલર — 16 May, 2008 @ 10 : 30

  2. really good stuff, thanks.

    Comment by Nirlep Bhatt — 16 May, 2008 @ 12 : 08

  3. Excellent….

    Comment by rajeshwari shukla — 16 May, 2008 @ 14 : 58

  4. જ્યોતિષી કહે છે મને,એ દેશ જઈ અજમાવ ભાગ્ય;
    જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે.

    આ શેરમાં બધું આવી જાય છે.

    Comment by Harsukh Thanki — 16 May, 2008 @ 15 : 03

  5. Very funny.
    Dear Johny.

    Comment by pravinash1 — 16 May, 2008 @ 15 : 27

  6. છેલ્લો શેર સાંભળેલો પણ આખી ગઝલ તો આજે જ વાંચી.. એલચી પણ ખૂબ સરસ છે.. વાહ.

    Comment by Niraj — 16 May, 2008 @ 16 : 41

  7. vah..enjoyed…maja avi gai…

    thanks

    nilam
    http://paramujas.wordpress.com

    Comment by nilam doshi — 16 May, 2008 @ 18 : 17

  8. bahu maja aavi.

    Comment by Nirlep Bhatt — 17 May, 2008 @ 09 : 56

  9. વાહ મજા આવી સરસ

    Comment by jayeshupadhyaya — 17 May, 2008 @ 18 : 05

  10. vah..enjoyed…maja avi gai…

    thanks.

    LOVE TO COPY YOUR PUBLICATION.

    HASYADARBAR!!!!

    Comment by dhavalrajgeera — 18 May, 2008 @ 06 : 32

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.