અધ્યારૂ નું જગત

03 April, 2008

મારી શાળાની પ્રાર્થનાઓ - 3

Filed under: Blogroll, પ્રાર્થના, ભક્તિ — જીગ્નૅશ અધ્યારુ @ 00 : 01
Tags: ,

 મારી શાળાની પ્રાર્થનાઓ - Part III

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે…..

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ્છ કાચ્છ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે…..

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે…..

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે…..

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે…..

***************************

આ પહેલા મૂકેલી મારી શાળાની પ્રાર્થનાઓ I અને મારી શાળાની પ્રાર્થનાઓ II

Adhyaru Nu Jagat

1 Comment »

  1. ગાંધીબાપુનુ ગમતું ભજન.

    Comment by નીલા — 22 May, 2008 @ 21 : 27

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.