ઘાયલ ના શેર…
મને તેથીજ મારી ઘેલછા પર વહાલ આવે છે,
હતાશામાંય હરગીઝ એ હાથ ધસતી નથી હોતી
********
એ ધડી પણ એક વખત આવી લતી
સુખની મારા હાથમાં ચાવી હતી
કોઇની સમજાવી એ સમજી નહીં,
આંખને એણે પણ સમજાવી હતી
**********
તુટી પડે છે શ્વાસના તાલે જ માનવી
આ દીલની ધડકનો છે સતત તૂટવાનું નામ,
તેથીજ કીધો પ્રેમ અમે સાંભળ્યુ હતુ
આ જીન્દગી છે કૈક કરી છૂટવાનું નામ
**** અને અંતે મારી ફેવરીટ… ****
પછી મોકો નહીં મળે આવૉ જીવન મહીં “ધાયલ”
કરીલે તું પણ વાર, ઉભો છું અદબ વાળી

