મરીઝ ની રચનાઓ
અબ્બાસ વાસી એટલૅ કૅ “મરીઝ” સાહેબ ના કેટલાક શેર અત્રે પ્રસ્તુત છે.
********
એક પળ એના વિના ચાલતુ નહોતુ “મરીઝ”
કોણ જાણે કેમ આખી જીંદગી ચાલી ગઇ…
********
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી “મરીઝ”
કે હું પથારી પર રહું ને આખુ ધર જાગ્યા કરે
*********
દાવો છે અલગ દુનિયાની રીત થી
એ અહીં ચુપ રહે છે જેનો અધિકાર હોય છે…
*********
હું તને જોત તો દુનિયાને પછી જોતો નહીં,
તું મને જોત તો જોતી થઇ જાત દુનિયા મને…
*********
મિત્રો બધા ખુદા પરસ્ત મળ્યા છે “મરીઝ”
સોંપે છે દુઃખ ના કાળ માં પરવરદીગારને
*********
બહુ સુંદર નક્શીકામ છે જખ્મોનું હ્રદય ઉપર
ઓ સંગાથી કલાકારૉ તમારુ કામ લાગે છે..
*********

