અધ્યારૂ નું જગત

17 January, 2008

શેખાદમ આબુવાલા ની રચનાઓ

Filed under: Blogroll, કવિતા, મારી ફૅવરીટસ્ — જીગ્નૅશ અધ્યારુ @ 00 : 03
Tags: , ,

જાણું છું એમ તો તમે કિસ્મતની ચાલ છો,
તો પણ કહું છુ આજે તમે મારી કાલ છો,

એવો જવાબ છો કદી આપી શકાય ના,
પૂછી શકાય ના કદી એવો સવાલ છો,

આ રૂપ, આ ગતિ, કવિ બીજુ તો શું કહે,
હરણાની ચાલ છો, ગુલાબોના ગાલ છો,

હું તો કરી રહ્યૉ છું સમય આપવાની વાત,
છો સંકુચિત મિલન માં, વિરહમાં વિશાલ છો,

સપનામાં એમ તો તમે વાસ્તવથી કમ નથી,
જાગું છું ત્યારે તમે કેમ ઇન્દ્રજાલ છો,

જીવન આપણું જોડાઇ શકે તો માનીશ,
તમે કમાલ હતા ને હજીય કમાલ છો

↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔

તમારી મૂંગી આંખો માં સવાલોના સવાલો છે,
છતાંય બેચૈન થ ઇ ને હું કેટલા પ્ર્શ્નો પૂછું છું,
મને પણ થાય છે કે પ્રેમ માં હું આ શું કરું છું,
તમે રડતા નથી તોય તમારી આંખ લૂછૂ છું.

↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔

આંસુ નું આંખ માં ઝૂલી જવુ,
કેટલું વસમું છે તને ભૂલી જવું

↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔

હસું છું એટલે માની ના લેશો કે સુખી છું હું
રડી નથી શક્તો એનું દુઃખ છે મને, દુઃખી છું હું,
દબાવીને બેઠો છું જીવન ના કારમા જખ્મૉ,
ગમે ત્યારે ફાટે એવો જ્વાળામુખી છું હું.

1 Comment »

  1. શેખાદમનો મીજાજ જ અલગ હોય છે.

    Comment by સુરેશ જાની — 18 January, 2008 @ 08 : 08

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.