‘અધ્યારૂ નું જગત’ ના જૂના લેખો
ગુજરાતી સાહિત્યનો વૈવિધ્યભર્યો રસથાળ પ્રસ્તુત કરતો બ્લોગ અધ્યારૂ નું જગત, બધી જૂની પોસ્ટ સાથે સ્થાનાંતરિત થયો છે. સરનામું છે અક્ષરનાદ. રોજ એક નવી કૃતિ, વૈવિદ્યપૂર્ણ ગુજરાતી વાંચનનો રસથાળ એટલે અક્ષરનાદ.કોમ. આપ જો અધ્યારૂ નું જગતનો કોઇક લેખ શોધી રહ્યા હોવ તો મહેરબાની કરી તેના વેબ-એડ્રેસમાં ફક્ત adhyaru.wordpress ને બદલે aksharnaad લખવાથી તે નવા સરનામે લઇ જશે.
આપ તેને અક્ષરનાદ.કોમ ની અનુક્રમણિકા માંથી પણ શોધી શકો છો જે અત્યાર સુધીના બધાં લેખોનો અનુક્રમ છે.
નેટજગતમાં અખતરાઓ અને અવલોકનો…
બિગરોક.કોમ પર એક નવું ડોમેઈન નોંધાવવાની ઈચ્છા હતી, પણ એક મિત્રનો ગતવર્ષે ખૂબ ખરાબ અનુભવ સાંભળ્યો હતો. વધુ તપાસ કરવા તેમની સાથે ઑનલાઈન ચેટ કરી અને આખુંય ભોપાળુ ખબર પડી. 2995 રુપિયામાં એક વર્ષ માટે અનલિમિટેડ સ્પેસ (- વિડીયો / ઑડીયો), અનલિમિટેડ બેન્ડવિડ્થ (-પ્રતિ કલાક બંધારણ) અને વધારામાં ઓનલાઈન રિવ્યુ કહે છે તેમ સપોર્ટ બહુ જ ખરાબ છે. નેમસર્વર બદલાતા દિવસ/સો લાગે છે… હોસ્ટીંગ ખરીદો તો વેબસાઈટ બનાવવા તેમનું વેબસાઈટ બિલ્ડર જ વાપરવું પડે…. લાગે છે કે સદીઓ પહેલા શકુની મામાની વેબસાઈટ ત્યાં જ બની હશે.
સંદર્ભ શકુનીની ડાયરી – aksharnaad.com/2011/06/09/shakuni-ni-diary
એટલે ટૂંકમાં ભારતમાંથી કોઈપણ વેબહોસ્ટ કંપનીઓ સારી સર્વિસ આપતી હોય તેવુ જાણમાં નથી. ગયા વર્ષે માનસ હોસ્ટિંગ વિશે પણ આવું જ સાંભળેલું અને વિગતે તપાસ કરી હતી. હાલ તો બ્લ્યૂહોસ્ટ ખૂબ વહાલુ લાગે છે.
ઑટોમેટિકની ઓનલાઈન વર્ડપ્રેસ બ્લોગ બેક અપ સેવા વોલ્ટપ્રેસ માં રજીસ્ટર કરાવવાની ઈચ્છા હતી, પરંતુ તેનું રજીસ્ટ્રેશન $15 પ્રતિમાસ (અત્યારની સ્થિતિમાં $15 x 50 = 750/- રુપિયા) છે, માર્ચ મહીનો આવી રહ્યો છે એટલે હમણાં એ મોકૂફ રાખ્યું છે. આવતા નાણાંકીય વર્ષમાં એ વિશે આગળ વધવાનું નક્કી છે અને તેને ઈચ્છાયાદીમાં ઉમેરી દેવાઈ છે.
ઑનલાઈન સામયિકો માટેનું – ડિજિટલ પબ્લિકેશન માટેનું સૌથી મોટું ન્યૂઝ સ્ટેન્ડ જેને કહેવાય છે તે “ઝિનિયો.કોમ” પર ગેલેક્સી ટેબમાંથી રજિસ્ટર કરાવ્યું અને તેમના તરફથી $25 ની 2011 એન્ડ્રોઈડ એપ્લિકેશન ગાઈડ કોમ્પ્લિમેન્ટરી ભેટ મળી, જેને ડાઉનલોડ કરવા મૂકી દીધી છે. શરૂઆતની સેવા, જેટલી મેં ડાઉનલોડ થઈ રહેલા પાનાઓમાં અનુભવી છે અને સામયિકની ગુણવત્તા આજ પહેલા કદી ન અનુભવી હોય એવી સરસ છે. ક્યારેય ગુજરાતી સામયિકો .pdf ફોર્મેટ સિવાય આમ વાંચવા મળી શક્શે? (જો કે pdf પણ ક્યાં મળે છે…?)
અનુભવાયુ છે કે ગત વર્ષે કે એ પહેલા પણ ચર્ચામાં રહેલા ઘણા ગુજરાતી બ્લોગ્સ / વેબસાઈટ્સ નામશેષ થઈ રહ્યા છે / થઈ ગયા છે અને તેની સામે ઘણા સરસ ગતિથી ઉભરી પણ રહ્યા છે. પણ એ આવનજાવનની સરેરાશ કુલ વિદ્યાર્થીઓ સામે શાળાઓમાં પ્રાથમિક સ્તરથી ભણવાનું છોડતા બાળકો જેટલી છે.
મંગળબજારથી સ્ક્વિન્ટ આઈ હોસ્પિટલ…
લગભગ ચારેક મહીના પહેલા વડોદરાના મંગળ બજારમાં નાના બાળકોના કપડા અને અન્ય ઉપયોગી વસ્તુઓ વેચતી એક નાનકડી દુકાનમાંથી અમારા દીકરા માટે કપડા ખરીદતા હતા ત્યારે દુકાનદારે હાર્દીને ચશ્મા પહેરેલી જોઈ. હાર્દીને આંખે ચશ્મા છે, લગભગ બે વર્ષની હતી ત્યારે તેની આંખ પહેલી વખત ડોક્ટરને બતાવી હતી. ત્યારથી આજ સુધી સતત એ ચશ્મા પહેરી રાખે છે. અમે કપડાનો ભાવ કરાવી રહ્યા હતા, દુકાનદાર ભાઈ અચાનક બોલ્યા, ‘તમારી દીકરીને કેટલા નંબર છે?’
દીકરીની આંખની ખામી વિશેની વાત આવે ત્યારે દર વખતે વાતને ટાળવાના પ્રયાસમાં રહેતા અમે તેને ‘ચાર’ એટલું કહી ફરી ભાવ કરાવવા મંડી પડ્યા, પણ તેમણે વાત પકડી રાખી, Read more…
હાર્દીનું અફલાતૂન અંગ્રેજી…
અંગ્રેજી વાક્યો અને ખાસ કરીણે લાબા સ્પેલિંગ યાદ રાખીને કંટાળેલી હાર્દિએ તેની મહાકાય મેરેથોન પરીક્ષા પૂરી થયાના આનંદમાં હવે નવો અને અફલાતૂન રસ્તો શોધી કાઢ્યો છે. અમેરિકન અંગ્રેજની જેમ તેણે હવે સ્પેલિંગને પોતાના સ્વરૂપે ઢાળવાનું શરૂ કર્યું છે. જુઓ હાર્દીએ ઈજાદ કરેલા કેટલાક શબ્દોના નવા અને સરળ સ્પેલિંગ – અંગ્રેજીની ઉંઝા જોડણી!… Read more…
ત્રણ દિવસ મુંબઈમાં …
આ વખતની મુંબઈની મુલાકાત તેના હેતુઓની દ્રષ્ટિએ મહદંશે નિષ્ફળ રહી પણ તે સિવાય આયોજન નહોતું કરેલું એવી વાતોમાં મજા આવી -
અમારી “સસ્ટેઈનેબિલિટી ઓફ એડવાન્સ કન્સ્ટ્રક્શન મટીરીયલ્સ એન્ડ ટેકનીક્સ” કોન્ફરન્સ રદ્દ થઈ, પણ એથી વધુ ખરાબ તો એ લાગ્યું કે માઈન્ડસ્કેપ એશિયા દ્વારા આયોજીત આ કોન્ફરન્સના સ્થળ, મીરાડોર હોટલ, અંધેરી પહોંચ્યો અને અડધો કલાક રાહ જોઈ પછી એ કહેવા આવ્યા કે કોન્ફરન્સ નથી થવાની કારણકે દુબઈથી આવવાના હતા તે સ્પીકરના કોઈક સગા ગુજરી ગયા છે, એટલે આ કોન્ફરન્સ આવતા મહીને થશે. એડવાન્સ ટિકિટ બુક કરાવી હોવાથી અને સપરિવાર ત્યાં ગયા હોવાથી બે દિવસ મુંબઈમાં જ વીતાવવા પડ્યા.
બોરીવલી લોકશક્તિમાંથી ઉતરીને સવારે સવા પાંચે ભાંડુપ જવા માટે Read more…
પાંચ ખમીરવંતા સૌરાષ્ટ્રીઓને અપાશે ફૂલછાબ એવોર્ડ્સ
સર્વે ગુજરાતીઓ માટે એક આનંદના સમાચાર છે, પાંચ ખમીરવંતા સૌરાષ્ટ્રીઓને ફૂલછાબ તરફથી એવોર્ડ્સ અપાશે.
સૌરાષ્ટ્રના અગ્રગણ્ય દૈનિક ફૂલછાબ દ્વારા વિશિષ્ટ અને નૂતન પ્રકલ્પ હાથ ધરાયો છે એ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન કરનારા સૌરાષ્ટ્રીઓને પોંખવાની જાહેરાત કરાઈ છે. આ પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો, દોઢસોથી વધુ નામાંકનો આવ્યા અને તેમાંથી પસંદગી સમિતિએ આ પાંચ નામોની જાહેરાત કરી છે. Read more…
